28 July 2014

કાલગ્રસ્ત કલાત્મક અલંકારોની તવારીખ TIMELINE OF GOLD ORNAMENTS BY GUJARAT SAMACHAR SAHIYAR

કાલગ્રસ્ત કલાત્મક અલંકારોની તવારીખ
ભારતના કુશળ કારીગરો આભૂષણો બનાવવામાં તેમની ડિઝાઈનની વિવિધતા અને સુંદરતા માટે જ નહિ, પરંતુ વસ્તુની આંતરગત લાક્ષણિકતાને ઉપસાવીને એમાંથી ભાતીગળ ભાતકલા, સુશોભન નીપજાવવામાં સદીઓથી જાણીતા બન્યા છે. ભારતમાં આભૂષણો તો યુગોથી અનેરું સૌંદર્ય ધરાવે છે. જોકે ભારતીય આભૂષણોની ઘણી ડિઝાઈનો ધાર્મિક માન્યતા અને ધાર્મિક વિવિધતાઓ તથા પ્રકૃતિના તત્ત્વો વડે પ્રેરાયેલી હોય છે.
આજે જગતમાં પ્રાચીનતમ મનાયેલી મોહેં-જો-દડોના ખંડેરમાંના સાદા છતાંય પ્રભાવિત કરે એવા અલંકારો જેવાં કે એરંિગના ભાગ, વીંટીઓ, બ્રેસલેટ્‌સ, પગના કડાઓ વગેરે આ વાતની સાબિતી આપે છે. ભીર, સીરસુ અને સીર્કપ શહેરના ખંડેરો કે જે ગાંધાર સમયના તક્ષશિલા સાથે સંકળાયેલા પુરવાર થયા છે. તેમાંથી મળેલાં વીંટીઓ, વાળની પીનો, પેન્ડન્ટો, ગળાના હાર, હાથના કડાં વગેરે કમનીય કારીગરીયુક્ત ડિઝાઈનોવાળાં છે. ગળાના હારમાં માછલી કે હીરાનો હૃદયનો આકાર, ત્રિકોણાકાર અને ગોળાકાર અથવા તો ફૂલો અને પાંખડીઓનો આકાર મન મોહી લે એવાં છે. એ જ રીતે કાચબાના માથાવાળી કે સ્વસ્તિકવાળી વીંટીઓ પણ મળી છે.
એથીય પ્રાચીનકાળમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવે છે કે ૠગ્વેદમાં પણ સોનામાંથી બનાવાતા નેકલેસ, એરંિગ, બ્રેસલેટ, વીંટીઓનો ઉલ્લેખ મળે છે. પ્રાચીનતમ ગ્રંથ રૂપે માન્યતા પામેલાં રામાયણમાં પણ રામ અને સીતાએ પહેરેલાં જાજવલ્યમાન હીરાઓ અને કંિમતી પથ્થરોથી જડાયેલા આભૂષણોનું સવિસ્તાર વર્ણન આપવામાં આવ્યું છે.
પરંપરાનુસાર જૂના વખતમાં રાજકન્યાઓ સપ્તાહના પ્રતિદિન અલગ-અલગ આભૂષણો ધારણ કરતી હતી. એ આભૂષણોમાં હીરાજડિત કમ્મર પટ્ટા (કંદોરા) કંિમતી પથ્થરો જડેલા વાળમાં પહેરવાના વિવિધ અલંકારો અને રાજમુકુટોનું વર્ણન છે. એમની પાસે એટલાં તો વિવિધ અલંકારો અને એરંિગ હતા કે જે પહેરતા આખાય ચહેરાનો દેખાવ અનન્ય રમણીય બની જતો.
સદીઓ દરમિયાન પહેરાતા વિવિધ પદ્ધતિના ઘરેણાં વિશેની માહિતીઓ પ્રાચીન ભારતના શિલ્પ કૃતિઓ પરથી મળી શકે છે. એ સમયની ઘણી નારી મૂર્તિઓએ પહેરેલા નેકલેસની ચેઈનો, કંદોરાઓ, મણિઓથી ભરેલા કમ્મરપટ્ટાઓ અને લંબગોળ આકારના સુશોભિત આભૂષણો પરથી એ સમયમાં મહિલાઓને આકર્ષતા અને તેમના દ્વારા પહેરાતાં અલંકારોનો ખ્યાલ આવે છે. શૃંગ સમયની શિલ્પકૃતિઓમાંની નારી મૂર્તિઓના દેહ પર લટકતા મણિઓ, હીરાઓ અને પેન્ડન્ટો ભર્યા કંદોરાઓ પરથી એ સમયની ફેશનનો અણસાર મળી રહે છે. જ્યારે એ સમય દરમિયાન ભારતની યક્ષ કન્યાઓને કમરબંધ રૂપે આગળ મોટું મણિ લટકતું હોય અને આજુબાજુ અનેક મણિવાળાઓ અને પુષ્પ-પાંદડીઓની ડિઝાઈનોથી ભરપૂર તથા તારાઓયુક્ત હારમાળાઓ હોય એવું આભૂષણ પહેરેલી દાખવાઈ છે. એક યક્ષ કન્યા ભારે વીંટી, બ્રેસલેટ, તથા એરંિગ પહેરેલી પણ રજૂ થઈ છે.
સતવાહન સમયમાં નારી મૂર્તિઓ મણિઓના દોરાઓનો કોલર પહેરેલી અને એના ઉપર ત્રિકોણાકાર છેડાવાળી લંબગોળ આકારના તથા પુષ્પાકૃતિઓ ભરી ચેઈન પહેરેલી દર્શાવાઈ છે. કમરબંધ ભારતીય મહિલાઓનું અત્યંત લોકપ્રિય આભૂષણ બની રહ્યો છે. આ સમયે એ અલંકારમાં કાપેલા ચોસલાઓ કે લંબગોળાકારોનો પણ સમાવેશ કરાયેલો જણાય છે. મથુરાની મૂર્તિઓમાં કુશાન સમયના વિવિધ અલંકારો રજૂ થયા છે. એ અલંકારોમાં નાજુક બ્રેસલેટની હારો તથા પહોળા આકારના પુષ્પાકૃતિઓ ભરી માળાઓવાળા અને મઘ્યમાં પુષ્પાકૃતિઓ ખચિત તથા તેની બે બાજુએ હૃદયના આકારના બે પાનાઓ રજૂ થયાં છે. કેટલાક ગળાનાં આભૂષણોમા ં પુષ્પકૃતિઓ સાથે ત્રિકોણ કૃતિઓ ભરી ડિઝાઈનો પણ જોવા મળે છે. વિશ્વ્વવિખ્યાત અજંતાની ગુફાઓમાં રજૂ થયેલી ચિત્રાકૃતિઓમાં ખૂબ જ ઝીણી કારીગરીવાળા આભૂષણો વ્યક્ત થયા છે. આ આભૂષણોમાં મુખ્યત્વે પ્રકૃતિના તત્વો ફૂલ-પાંદડા તથા વેલીઓને જ પ્રાધાન્ય મળેલું દેખાય છે. મોટા ભાગની ડિઝાઈનો પુષ્પોની જ બનેલી છે. સોનાના આભૂષણોમાં ગુલાબ, જાસ્મીન અને કમલની ભાતીગળ ભાતને ઉઠાવ આપવામાં આવ્યો છે.
આઘુનિક ભારતીય મહિલાઓ અને આઘુનિક ભારતીય કારીગરો પરંપરાગત વારસાને કુશળતાથી જાળવી રહ્યા છે.
ભાવિકા
Source: http://www.gujaratsamachar.com

No comments: