06 August 2014

Women in Diamond Business -Chitralekha gujarati magazine હીરા-જ્વેલરીના ઉદ્યોગમાં સ્ત્રી પણ હવે ઝળહળે છે...

Women in Diamond Business
Though the 95 percent of world’s polished diamonds are put to personal use by women, the modern contemporary woman has now transcended all stereotypes about her and is all set to look beyond. Admittedly, equally passionate about diamonds when it comes to wearing them, today’s woman has gone a step further by choosing to make a career out of it. Yes, more and more women are taking to diamond business either by way of entrepreneurship or joining the glittering business as a marketing woman, a technician or a sales girl.
Interestingly, even diamond business is undergoing a sea change. There were times when diamonds were looked upon as elitist symbols, afforded only by the haves. No longer so. Thanks to growing technology and consequent availability of abundant designs, today even middle class homemakers do flaunt it. Devanshu Desai takes a close look at the slow but certain change that is coming over the precious stone business.
The Hollywood actor of yesteryear Mae West had once famously said: I never worry about diets. The only carrots that interest me are the number you get in a diamond. The woman’s love for diamonds could not have been better and more succinctly expressed. While the benefits of diet cannot be underestimated, especially for one who is in show business, it is also an undeniable fact that the importance of diamonds can, if not replace, match that of diets. It would not be an exaggeration to say that woman and diamonds are synonymous.
The story begins by tracing the symbiotic association of diamonds with women ever since the former was first discovered. The relation between them grew more and more intimate, as diamond, instead of remaining confined to the affluent, became accessible to middle class as well. The Gem & Jewellery Promotion Council also facilitates the bonding and growing popularity of diamonds by providing a platform for organizing the International Gem & Jewellery Show.
This is where the author asks a pertinent question: if diamond is believed to be so close to women, how many members of the fair sex are in this business? Agreed, compared to other businesses, there were fewer women in diamond business. There are some jewellery designers who have made it big time, but they are exceptions rather than the rule. But the scenario is now changing, informs the author. It has been noticed that increasingly greater number of women are turning to it.
In the polished diamond jewellery business that is worth roughly 2.5 to 3 lac crores, this business is said to generate employment for 25 to 30 lac people. Admittedly, there would not be more than 1 lac women. But given the fact that the trend (of more women joining the diamond business) has picked up only recently, the number does not look as insignificant as it looked before. In fact, the diamond business has now potential of numerous opportunities for women, the story stresses.
The changing trend is vouched by the largest producer of diamonds in the world. Mavjibhai Patel of Kiran Gems asserts that as against the 25 percent women who worked in his factory against the total work force, the number has substantially risen over the last two decades. According to him, diamond enterprise is set to welcome women entrepreneurs. It is now for women to grab these opportunities.
The author then meets up a few women diamond entrepreneurs who started from the scratch and are now doing considerably well. While Aditi Motla has acquired formal training and is equipped with even the minutest information related to this business, Monica Poddar has already made a name for herself as a maker of Sparkles Brand. She always wanted to bring out something that is affordable and yet attractive to middle class women. Today, her brand occupies a prominent place in this world.
Besides these enterprising women mentioned above, the story is replete with stories of other courageous women who are steadily climbing up the ladder in this field. Though this sector offers the opportunities aplenty, a new entrant has to be very alert about the designs of jewelleries, for it is design that sells first and not jewellery. Also, your credibility and domain knowledge are considered most essential in this sphere.
A must read for all, especially those who want to make a career in this field. More than anything else, this will help them maintain a close proximity to the stone they love most: diamond.
Source: http://www.chitralekha.com/

01 August 2014

HOW TO PRESERVE PRECIOUS JEWELERY -કિંમતી જ્વેલરીનું જતન

કિંમતી જ્વેલરીનું જતન

- ઝાંખાં ઘરેણાંને ઘરમાં જ ઝળકાવવાના સરળ કીમિયા

સોનાના ભાવ નીચે આવવાનું નામ નથી લેતાં. સામાન્ય માણસ માટે સુવર્ણાલંકારો લેવાં પહોંચની બહાર બની ગયા છે. ત્યારે તેમણે અગાઉના આભૂષણોથી જ કામ ચલાવવું પડે છે. પ્રસંગોપાત દાગીના પહેરવાના હોય અને તેની ચમક ઝાંખી પડી ગઈ હોય ત્યારે મહિલાઓનું મન કચવાય તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં ઘણીવાર માનુનીઓ ઝવેરી પાસે જઈને દાગીનાને પોલીશ કરાવી લેતી હોય છે. પરંતુ જો આભૂષણોની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તો તેની ચમક જળવાઈ રહે. ચાહે તે રોજ પહેરવાના અલંકારો હોય કે પ્રસંગોપાત ધારણ કરવાના. નિષ્ણાતો ઘરેણાંની સારસંભાળ લેવાનું માર્ગદર્શન આપતાં કહે છે કે....
* કપડાં કે વાસણ ધોતી વખતે બંગડી અને વીંટી ઉતારીને કબાટમાં મૂકી દો. સાબુ અથવા લિક્વિડ સોપમાં રહેલા રસાયણો તમારા અલંકારોને નુકસાન પહોંચાડે છે.
* જીમમાં વર્કઆઉટ કર્યા પછી તરત જ સ્ટીમ બાથ લેવા જવાનું હોય ત્યારે સોનાની વીંટી અને બુટ્ટી ઉતારી નાખો. આનું કારણ એ છે કે અચાનક બદલાતા તાપમાનને કારણે સુવર્ણાલંકારોને નુકસાન થવાની ભીતિ રહે છે.
* ક્લોરિનથી સોનાના દાગીના ઝાંખા પડી જાય છે. તેથી તરણહોજમાં સુવર્ણના ઘરેણાં પહેરવાનું ટાળો.
* રોજ પહેરવાના દાગીનામાં પરસેવો, તેલ, સાબુ વગેરે લાગતાં રહે છે. પરિણામે તે થોડાં ઝાંખા પડી જાય છે. આ અલંકારોને ફરીથી ચમકાવવા નવશેકા પાણીમાં થોડાં ટીપાં લિક્વિડ સોપ નાખો. હવે આ પાણીમાં તમારા ઘરેણાં અડધા કલાક સુધી ડૂબાડી રાખો. ત્યાર બાદ તેને બહાર કાઢી કોરા રૃમાલ પર સુકવવા મૂકી દો. તેને કોઈપણ રીતે ઘસવાની જરૃર નથી. સુકાઈ ગયા પછી પાછાં પહેરી લો. આ રીતે જ પ્રસંગોપાત પહેરવાના દાગીના પરથી પરસેવો કે પરફ્યૂમ દૂર કરી શકાય. હા, આ પ્રયોગ માત્ર નંગ જડયા વિનાના કે અન્ય કોઈ કામ કર્યા વગરના સુવર્ણાલંકારો પર જ કરી શકાય.
* જો ઘરેણાંની ડિઝાઈન વચ્ચે ધૂળ જમા થઈ ગઈ હોય તો હુંફાળા પાણીમાં થોડાં ટીપાં લિક્વિડ સોપ નાખીને થોડીવાર મૂકી રાખો. ત્યાર બાદ સોફ્ટ ટૂથ બ્રશ વડે હળવે હાથે તેમાં જામેલી ધૂળ દૂર કરો. કડક બ્રિસલવાળું ટૂથબ્રશ ઉપયોગમાં લેવાની ભૂલ ન કરો.
* ઝાંખા પડી ગયેલા સોનાના અલંકારોને ફરીથી ચમકાવવા લિક્વિડ સોપવાળા પાણીમાં થોડાં ટીપાં અમોનિયા પણ નાખી શકાય. આ પાણીમાં અલંકારો બોળીને તેને સોફ્ટ ટૂથ બ્રશથી હળવા હાથે ઘસો. ત્યારબાદ તે હૂંફાળા પાણી વડે ધોઈ લો.
* રત્ન જડિત અલંકારોને લિક્વિડ સોપવાળા પાણીમાં બોળી રાખીને ધોવાં સલાહભર્યાં નથી. તેનાથી  રત્નો ઢીલાં પડીને નીકળી જવાનો ભય રહે છે. બહેતર છે કે સાબુવાળા પાણીમાં મુલાયમ કપડું ભીંજવીને હળવે હાથે રત્નજડિત અલંકારો પર ઘસો. પછી સાદા પાણીથી ભીંજવેલા અન્ય સ્વચ્છ કપડા વડે તેને લૂછીને કોરું થવા દો. સુકાઈ જાય એટલે જ્વેલરી બોક્સમાં પાછાં મૂકી દો.
* મોતી જડેલા સોનાના દાગીના વિશેષ કાળજી માગી લે છે. આ ઘરેણાં હમેશાં બૉક્સમાં રૃ પાથરીને તેના ઉપર જ મૂકો. આ દાગીના સાથે અન્ય આભૂષણો ન મૂકો.
* ખોટી રીતે અથવા ખોટી સાધન-સામગ્રી વડે સ્વચ્છ કરવામાં આવેલા અલંકારોને નુકસાન થવાનો ડર રહે છે. તેથી દાગીના ધોવા હળવું ક્લિનિંગ એજન્ટ (લિક્વિડ સોપ કે સાબુ) વાપરવાનો જ આગ્રહ રાખો. આમ છતાં જો તમને એમ લાગે કે તમારા  અલંકારોને ખરેખર પોલીશ કરાવવાની આવશ્યક્તા છે તો માત્ર પ્રોફેશનલ વ્યક્તિ પાસેથી જ આ કામ કરાવો.
- વૈશાલી ઠક્કર
Source: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/precious-jewelery-preserve

ઈમિટેશન જ્વેલરીનો ચળકાટ

ઈમિટેશન જ્વેલરીનો ચળકાટ:
સોનાચાંદીના ઘરેણાં ખરીદવાં બધા વર્ગોના લોકોને નથી પોષાતા. આ ઉપરાંત આવાં અસલી ઘરેણાં પહેરીને બહાર નીકળો, એટલે તે ખેંચાઈ જવાનો કે લૂંટાવાનો ડર તો રહેવાનો જ, પણ તેથી કાંઈ ઘરેણાં પહેરવા જ નહીં કે શણગાર કરવો જ નહીં, એવું થોડું છે? આ બધાથી બચી પોતાનો શોખ પૂરો કરવા માટેનો એક સરળ રસ્તો છે, નકલી ઘરેણાં.
તમે પહેરેલાં ઘરેણાં નકલી છે, એ તો તમે જ જાણો છો, કેમ કે તેમની ચમક અને સુંદરતા તો હીરા, સોના અને ચાંદીના મોંઘા ઘરેણાંને પણ પછી પાડી દે તેવી હોય છે.  જો તમે આવાં નકલી ઘરેણાંને સારી રીતે સાચવશો નહીં તો તે પોતાની ચમક ખોઈને નકામાં થઈ જશે.  અહીં દર્શાવેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો, તો આ નકલી ઘરેણાં પણ  વર્ષો સુધી નવાં જેવાં જ ચમક્યા કરશે ઃ
ઘરેણાં પહેર્યા પછી તમે જે બોક્સમાં એ ઘરેણાં ખરીદી લાવ્યાં હો, તે જ બોક્સમાં તેમને સંભાળપૂર્વક પાછાં મૂકી દો. આનાથી નકલી ઘરેણાં પર નિશાન નથી પડતાં અને તે ખરાબ પણ નથી થતાં.
- નકલી ઘરેણાંને પાણી અડવાથી તે જલદી પોતાની ચમક ખોઈ બેસે છે અને કાળાં પડી જાય છે, એટલે નહાતી નખતે અથવા ઘરકામ વખતે તેમને ઉતારી નાખો.
- સૂતી વખતે નકલી ઘરેણાં કાઢી નાખો, કારણ  કે દબાઈ જવાથી અથવા ખૂલી જવાથી તેમનો ઘાટ બગડી શકે છે.
- બધાં નકલી ઘરેણાંને જુદાં જુદાં બોક્સમાં મૂકવાં હિતાવહ છે. બોક્સમાં મૂકતાં પહેલાં જો તેમને રૃમાં વીંટીને મૂકીએ, તો તેમની ચમક વર્ષો સુધી જળવાઈ રહેશે.
- જો તમે સ્પ્રે કે પર્ફ્યૂમનાં શોખીન હો, તો ઘરેણાં પહેરતાં પહેલાં જ પર્ફ્યૂમ છાંટી લો. ઘરેણાં પહેર્યા પછી જો છાંટશો,  તો તેનાથી તે કાળાં અને ચમક વિનાનાં થઈ જશે.
- મોટા ભાગનાં નકલી ઘરેણાંના સાંધા બહુ નબળા હોવાથી તે જો ફિટ હશે. તો પહેરતી વખતે તૂટી જવાનો ભય રહે છે, એટલે એવાં ઘરેણાં લો, જેમને પહેરતી વખતે તમારે બહુ ખેંચતાણ ન કરવી પડે.
- મોતીનાં નકલી ઘરેણાં દેખાવે તો બહુ આકર્ષક લાગે છે, પણ પ્લાસ્ટિકના પાતળા તારથી પરોવેલાં હોવાથી તે બહુ જલદી ઢીલા પડી જાય છે. આવી સિૃથતિમાં તમે જાતે જ તેમને મજબૂત દોરામાં પરોવી દો અથવા દુકાન દાર પાસે તે ઠીક કરાવી લો. જેથી તૂ તૂટીને વેરાઈ ન જાય.
- નકલી ઘરેણાંની ડિઝાઈનોમાં ફેરફાર કરીને તમે તેમને ઘણી રીતે પહેરી શકો છો. મોતીઓની  તૂટી ગયેલી સેરમાંથી નવાં નવાં ઘરેણાં બનાવી પહેરી શકાય છે. આમ કરવાથી કંઈક નવીનતા પણ લાગશે.
- ક્યારેય ભૂલથી પણ લીંબુ, આમલી કે એસિડ જેવા રાસાયણિક પદાર્થોથી નકલી ઘરેણાં સાફ ન કરશો, આ બધા જ પદાર્થો તેમના માટે હાનિકારક છે.
- નકલી ઘરેણાં જો કાળા પડી ગયાં હોય, તો કોરા બોરિક પાઉડરને રૃથી ઘરેણાં પર ઘસો. તમે ઈચ્છો તો સિલ્વર પોલિશની મદદથી પણ તેમને ચમકાવી શકો છો.
- વધારે પડતો પરસેવો પણ આ ઘરેણાં માટે હાનિકારક  સાબિત થાય છે,  એટલે પહેર્યા પછી કાઢીને મૂકો ત્યારે તેમને રૃ અથવા નરમ સુતરાઉ કપડાંથી હળવા હાથે લૂછીને જ મૂકો.
- આવાં ઘરેણાં પહેર્યા પછી તેમને જ્યાં ત્યાં ન મૂકી રાખો, કેમ કે પડયાં પડયાં પણ ખરાબ થઈ જાય છે.
- નકલી ઘરેણાંની પોલિશ ઉતરી ગઈ હોય અથવા તે ગંદા થઈ ગયાં હોય, તો બજારમાં જઈને તેમના પર ફરી પોલિશ કરાવી લો. તે ફરીથી નવાં જેવાં જ ચમકી ઊઠશે.
- પોલિશ ઊતરી ગયેલાં અથવા ગંદાં થઈ ગયેલાં ઘરેણાં પર જો ફરીથી પોલિશ ન થઈ શકતી હોય, તો તેમને નકામાં ગણી ફેંકી દેતા પહેલાં બરાબર વિચારી જુઓ. એમાંની કોઈ વસ્તુ તમારા કામમાં આવી શકતી હોય, તો તે કાઢી લઈ, કોઈ નવી રીતે તેનો ઉપયોગ કરો.
- સરિતા
 soursce: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/imitation-jewelry-brightness

Precautions-for-jewelry & care- ઘરેણાંની સારસંભાળ માટેની સાવચેતીઓ

ઘરેણાંની સારસંભાળ માટેની સાવચેતીઓ


તમે તમારી મનપસંદ જ્વેલરી ખરીદવા કેટલાં ચક્કર કાપો છો, કેટલો બધો સમય પસાર કરી શ્રેષ્ઠ ડિઝાઇન, ઘડામણ અને ઘાટ વગેરે જોઇને પછી નક્કી કરી ખરીદો છો. પણ શું તમે તમારા ઘરેણાંની યોગ્ય રીતે સંભાળ રાખો છો ખરાં?
* તમારા ઘરેણાં સૂકી જગ્યા પર રાખો. તેના પર વધુ પડતી ગરમી કે ઠંડીની અસર થાય નહીં તેનું ધ્યાન રાખો.
* સોફ્ટ પાઉચ, સોફ્ટ કપડું કે પ્લાસ્ટિકની ઝીપ લોકવાળી કોથળીમાં ઘરેણાં રાખો.
* આ બધાં ઘરેણાં જુદા જુદા પાઉચમાં રાખો. તેનો જ્વેલરી બોક્સની અંદર ભરાવો કરો નહીૅ.  જો નાનકડી જ્વેલરીનું ધ્યાન રહે નહીં તો ભરાવાને કારણે તેમાંથી સ્ટોન ખોવાઇ જવાની, નીકળી જવાની વગેરે બીક રહે છે.

જ્વેલરી પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૃરી છે.
* કોઇપણ દિવસ તમારી જ્વેલરી કાઢીને વોશ બેસીનની કિનારી કે બાથટબની કિનારી ઉપર મૂકશો નહીં. તે સરળતાથી સરકીને ગટરમાં જઇ શકે છે.
* જ્વેલરી પહેરીને ક્યારેય મેકઅપ કે હેર સ્પ્રેનો ઉપયોગ કરવો નહીં. તેમાંના રસાયણો જ્વેલરીને નુકસાન પહોંચાડે છે.
* શક્ય હોય, ત્યાં સુધી રોઝ ક્વાર્ટઝ અને એમેથીસ્ટ જેવા નગો સૂર્ય પ્રકાશમાં વધુ પડતા પહેરવાનું ટાળવું કારણ કે તે સૂર્યપ્રકાશથી ઝાંખા થઇ જાય છે.
* હંમેશા ઘરેણાંના નંગો ચોખ્ખા રાખો. ઘરે તેની સાફસફાઇ કરવા ઉપરાંત સમયાંતરે જ્વેલર પાસે લઇ જઇ ચોખ્ખા કરાવતાં રહો.
* દર છ મહિને જ્વેલરીનું પરીક્ષણ કરાવતાં રહેવું. નંગ બરાબર ફીટ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરી લેવી. પોલીશીંગ કે રીક્ટીંગની જરૃરત લાગે તો વોરંટી સમયમાં તે કરાવી શકાય.
મોટા ભાગનાં નંગ અને જ્વેલરીને હળવા સાબુના દ્રાવણમાં ધોઇ શકાય છે. સહેજ હૂંફાળા, સાબુના પાણીમાં જ્વેલરી ધોવાની પ્રક્રિયા સૌથી સલામત છે. એક બાઉલમાં હળવું, પ્રવાહી ડિટરજન્ટ નાખી તેના દ્રાવણમાં જ્વેલરી ડુબાડો અને ડૂબેલી હોય ત્યારે જ હળવા બ્રશથી હલકે હાથે ઘસીને સાફ કરો. પછી ગળણીમાં તે ઘરેણાં રાખી વહેતા પાણી નીચે રાખો. પાણી નીતારી રેસાવગરનાં  કપડામાં થપથપાવીને સાફ કરો. પણ સાબુનું દ્રાવણ અંબર, કોરલ, એમરાલ્ડ, જેડ, કુંઝીટ, લાપીસ લાઝુલી, ઓપલ, મોતી કે ટર્કોઇસની જ્વેલરી માટે વાપરવું નહીં. ક્યારેય ટુથપેસ્ટ જેવી કડક અને તેજ વસ્તુ ઘરેણાં સાફ કરવા વાપરવાથી નહીં. ઘરેણાંને એમોબાથ દ્વારા સાફ કરી શકાય. તેમાં એક ભાગ પ્રવાહી એમોનિયા, ત્રણ ભાગ પાણી નાખી અંદર ઘરેણાં ડુબાડો અને પછી તેને કપડામાં થપથપાવીને સાફ કરી લો.  આ પ્રક્રિયા એલેક્ઝાન્ડ્રાઇટ, એમેથીસ્ટ, એન્ડાલ્યુસાઇડ, એક્વામરીન, સાઇટ્રીન, ડાયમંડ, ગાર્નેટ, મુનસ્ટોન, રૃબી, સેફાયર, સ્પાઇનેલ, તાન્ઝાનાઇટ, ટોપાઝ, ટુર્માલીન અને ઝીરકોન માટે શ્રેષ્ઠ છે. અન્ય વ્યાવસાયિક પ્રવાહીઓનો સંભાળીને ઉપયોગ કરવો. ઉપરની પધ્ધતિઓ હીરા, રૃબી અને સેફાયર માટે સલામત છે પણ બને ત્યાં સુધી મોતી અને  એમેરાલ્ડ જેવા નંગ થોડી મિનિટથી વધુ વાર માટે પલાળવાનું ટાળો. કારણ કે તેમ કરવાથી તેમને નુકસાન થાય છે. અને તેની ચમક જતી રહે છે.

વીંટીની સંભાળઃ
તમે જે વીંટી પહેરો તે સમયે સમયે સાફ કરતાં રહો, જેથી કોસ્મેટીક, સાબુ કે ત્વચાના તેલથી ધૂંંધળું બની ગયેલું તેનું સૌંદર્ય પાછું મેળવી શકાય.
* ઘરનાં કામો કરતા પહેલાં વીંટીઓ કાઢી લો, હીરા, ખાસ કરીને ચીકાશ અને તેલ ખૂબ જલદી પકડે છે.
* બાગકામ કરતી વખતે, તેના સાધનો વાપરતી વખતે કે રમતી વખતે વીંટીના નંગને નુકસાન થઇ શકે છે. તેથી આવા કામો શરૃ કરતા પહેલાં વીંટી કાઢી લો.

બહારગામ જાઓ ત્યારેઃ
* તમે જે બેગ હાથમાં રાખવાના હો તેમાં જ તમારી જ્વેલરી મૂકો, બીજી કોઇ બેગમાં નહીં.
* ક્યારેય હોટલની રૃમમાં જ્વેલરી મૂકીને જવી નહીં. તેને બદલે હોટલના સેફટી ડિપોઝીટ બોક્સમાં મૂકવી.
* બને તો શરીર સાથે ચોંટી જાય તેવા બોડી પાઉચનો દાગીના રાખવા માટે ઉપયોગ કરો.
* પ્રવાસના સ્થળો જોવા જાઓ ત્યારે સાથે દાગીના લઇને ક્યારેય જવું નહીં.

હીરાની સંભાળ કેમ રાખશો?
હંમેશાં હીરાને ફેબ્રીકનું અસ્તર ધરાવતા બોક્સ કે  ખાનાવાળા બોક્સમાં રાખો. દરેક પીસ જુદા જુદા ટીશ્યુ પેપરમાં વીંટાળીને રાખો.
* હંમેશા હીરાને  ક્લોરીન, બ્લીચ કે અન્ય ઘરમાં વપરાતા રસાયણોથી દૂર રાખો. તે નંગનો રંગ અને આકાર બદલી શકે છે. સ્વીમીંગ પુલ કે હોટ ટબમાં ઉતરતા પહેલાં હીરાની જ્વેલરી કાઢી નાખો.
* પ્રવાસમાં હો ત્યારે જ્વેલરી સાફ કરવાનું પ્રવાહી પ્લાસ્ટિકની બોટલમાં સાથે રાખો.
જ્યારે ડાયમંડનો સેટ મોતી, ઓપલ, કોરલ, લાપીઝ લાઝુમી, ટર્કોઇસ સાથે હોય ત્યારે તેને સાફ કરવા માટે એમોનિયાનું દ્રાવણ વાપરવું નહીં. બને તો જ્વેલર પાસે અલ્ટ્રાસોનિક ક્લીનર્સ દ્વારા જ્વેલરી સાફ કરાવવી. હીરાને આંગળીનો સ્પર્શ કરવો નહીં. જ્વેલરીને તેના છેડેથી પકડવી.

નંગોની જાળવણીઃ
હંમેશા જેમસ્ટોન કે નંગોને અચાનક ઉષ્ણતામાન બદલાતું હોય તેવી જગ્યાથી દૂર રાખો. મીઠાના પાણી અને ક્લોરીન કે ડીટરજન્ટ જેવા રસાયણોથી જેમ સ્ટોનનું  ફીનીશીંગ અને પોલીશ નીકળી જાય છે. ઓપલ અને મોતીને સમયાંતરે સાફ કરાવતાં રહો. તેને સહેજ ભીના કપડાંથી સાફ કરવાથી તેની ચમક લાંબો સમય ટકી રહે છે.

સોનુંઃ
નહાતા પહેલા સોનાના ઘરેણાં કાઢી લો કારણ કે સાબુથી તે નિસ્તેજ બને છે અને તેના પર પડ ચઢે છે. જો તમારા સોનામાં અન્ય નંગો જડેલા હોય તો અલ્ટ્રાસોનિક પધ્ધતિથી તે ધોવાનું ટાળો.

ચાંદીઃ
ચાંદીની વસ્તુઓ એક એક  પીસ ઠંડી અને સૂકી જગ્યાએ સાચવો. હવા અને પ્રકાશથી તેને દૂર રાખો. સ્વીમીંગ પુલકે હોટ ટબમાં જતા પહેલાં ચાંદીના ઘરેણાં કાઢી નાખો. પોલીશીંગ ક્લોથ કે ફેલ્ટના કપડાં સિવાય અન્ય ચીજથી ચાંદીની વસ્તુઓ ઘસવી નહીં. ટીશ્યુપેપર કે પેપર ટોવેલના રેસાં ચાંદી ઉપર ઘસરકા પાડી દે છે. સાબુના દ્રાવણમાં ચાંદીના વાસણો ધોઇ તેને સુંવાળા કપડાંથી લૂછી નાખો.

મોતીઃ
હંમેશા તેને ટીશ્યુપેપર અથવા બટવામાં પેક કરીને રાખો. પર્સ, બેગ કે જ્વેલરી બોક્સમાં મોતી જેમ તેમ રાખો નહીં. તેની સપાટી ઉપર તેનાથી ઘસરડા પડે છે. વાપર્યા બાદ સુંવાળા કપડાંથી તેને લૂછી લેવા. વર્ષે એકવાર જ્વેલર પાસે  મોતી પરોવાયાં હોય તે દોરા મજબૂત છે કે નહીં તેની તપાસ કરાવી લો. તેની ગાંઠ  એવી રીતે મારવી કે એક ગાંઠ તૂટે તો પણ મોતી પડી જાય  નહીં. કલ્ચર્ડ મોતીને રસાયણોથી ધોવાનું ટાળો.

કિંમતી ઘડિયાળની સંભાળઃ
ઘરેણાંની જેમ જ તેની પણ સંભાળ જરૃરી છે. સમયાંતરે તેના પટ્ટા અને પીન તપાસતાં રહો. ઉત્પાદક પાસે અમુક સમયે તપાસ કરાવવા લઇ જાઓ. તેને આંચકા આવે નહીં તેનું ધ્યાન રાખો. તૂટેલા કે ઘસરડા પડેલા કાચ તરત બદલી નાખો કારણ કે વાળ જેટલી તડ હશે તો પણ તેમાંથી ધૂળ  અને તેમજ ઘડિયાળની અંદર જઇ તેના મશીનને નુકસાન કરે છે. શાવર, સ્વીમીંગપુલ કે વરસાદમાં ઘડિયાળ પહેરવાનું ટાળો. કોઇપણ જાતની રીપેરીંગ  જાતે કરો નહીં પણ ઘડિયાળ બનાવનાર પાસે લઇ જાઓ. ક્વાર્ટઝ ઘડિયાળની બેટરી ખલાસ થાય તો તરત જ બદલી નાખો. કારણ કે ખરાબ બેટરી લીક થાય તો કાટ ખાઇને ઘડિયાળને નુકસાન કરે છે.
- જયવંતી

  Source :http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/precautions-for-jewelry-care